logo

ભુજ માં ફરી ગાંજો પકડાયો, શહેર ના ભાનુશાલી નગર પાછળ ના રઘુવંશી નગર માં હવે દારૂ, ગાંજા ના ઠેક ઠેકાણે પોઇન્ટ.

ભુજ, તા. 11 : શહેરની ભાગોળે નાગોર ફાટક પાસેથી કાર મારફત આવતા એક મહિલા અને બે શખ્સને એક કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા, જ્યારે માલ આપનારનું નામ ખુલ્યું છે. લોકસભાની ચૂંટણી અન્વયે એલસીબી તથા એસઓજીની ટીમ ગઈકાલે રાતે પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુજની ભાગોળે નાગોર ફાટક પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક નંબરપ્લેટ વિનાની મારુતિ સુઝુકી કંપનીની કાળા કાચવાળી ગ્રાન્ડ વિટારા કારને ઊભી રખાવતાં અને કારની તલાશી લેતાં ડ્રાઈવિંગ સીટ નીચે એક સફેદ કલરની કોથળી સંતાડેલી હતી. આ કોથળીમાંથી શંકાસ્પદ માદક પદાર્થ ગાંજો હોવાનું જણાઈ આવતાં કારમાં બેઠેલા એક મહિલા સહિત ત્રણે વ્યક્તિની પૂછતાછ કરવામાં આવી હતી. કારની તલાશી દરમ્યાન ડીકીમાંથી કારની બે નંબરપ્લેટ નં. જી.જે.-12-એફસી-6556 મળી આવી હતી. આ કાર પારસગર રમેશગર ગુંસાઈ (રહે. રઘુવંશીનગર, શંકર મંદિર પાસે, ભુજ)એ પોતાની હોવાનું જણાવ્યું હતું. કાર પાછળ રવિ રતન ચનાલ (રહે. વાલ્મીકિનગર, લોટ્સ કોલોની પાછળ, ભુજ) અને જયાબા ઉર્ફે જાનકીબા પ્રતાપસિંહ જાડેજા (રહે. રઘુવંશીનગર, શંકર મંદિર પાસે, ભુજ)ને ઝડપી લીધા હતા. શંકાસ્પદ માદક પદાર્થ ગાંજા અંગે પારસગરની પૂછતાછ કરતાં તેઓ આ માલ ભુજમાં છૂટક વેચાણ કરવા અર્થે કબરાઉથી રાજભા ગઢવી પાસેથી લઈ આવ્યા હતા અને કોઈને વહેમ ન જાય તે માટે મહિલા જયાબાને સાથે રાખ્યા હોવાની પોલીસને કેફિયત અપાઈ છે. આ કેસમાં આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો 1.003 કિ.ગ્રા. કિં. રૂા. 10,030 , કાર કિં. રૂા. 10,00,000, ત્રણ મોબાઈલ કિં. રૂા. 1,15,000 તથા રોકડા રૂા. 400 એમ કુલે રૂા. 11,25, 430નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ત્રણે આરોપી તથા હાજર ન મળી આવેલો ચોથો આરોપી રાજભા ગઢવી વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે બી-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઈ. એસ. એન. ચૂડાસમા, એસઓજીના પીએસઆઈ પી.પી. ગોહિલ તથા એલસીબીના હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, ભાવેશભાઈ ખટાણા, પૂજાબેન રાજપૂત તથા એસઓજીના હે.કો. રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, ગોપાલભાઈ ગઢવી અને ચાંદનીબેન દેવડા જોડાયા હતા.
રઘુવંશી નગર ના રહીશો પણ હવે આ બધે માંથી મુક્તિ માંગે છે ને ત્યાં ના લોકો નું કેહવું છે કે હમણાં થોડાક સમય થી અહીંયા દારૂ અને ગાંજા ના વેચાણ જાણે આમ થયું હોય તેમ ગલી એ ગલી એ આવા પિયકડો અને ગાંજા પીનારા લોકો બીજા રહેવાસીઓ ને મુશ્કેલી માં મૂકે છે અને કઈ કહો તો કોઈ થી કઈ નઈ થાય એવું જવાબ આપે છે,
ડર ના કારણે કોઈ નામજોગ ફરિયાદ નથી કરતુ હવે ત્યાં પોલીસ ની પેટ્રોલિંગ વધે અને આવા લોકો ને પકડે તેવી લોકમાંગ છે.

781
18356 views